Hymn No. 3541 | Date: 01-Dec-1991
|
|
Text Size |
 |
 |
વિરહ વિના, મળવાનો આનંદ, મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી ભૂખ લાગ્યા વિના, ખાવાનો આનંદ મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી સૌંદર્ય વિના જોવાનો આનંદ, જીવનમાં મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી સાંભળનાર વિના વાત કહેવાનો આનંદ, મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી તરસ લાગ્યા વિના જળ પીવાનો આનંદ, મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી તોફાનોનો સામનો કર્યા વિના, શાંતિનો આનંદ, મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી મીઠાં ઝઘડા વિના, સંસારનો આનંદ મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી હૈયાને નિર્મળ કર્યા વિના, ભક્તિનો આનંદ, મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી તંદુરસ્તી વિના, જીવન જીવવાનો આનંદ, મળશે રે ક્યાંથી, મળશે રે ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|