નથી કાંઈ જગમાં તો ખાલી રે પ્રભુ, નથી જ્યાં તારી તો રખવાળી
ઉપર ભી તું છે, નીચે ભી તું છે, મધ્યમાં ભી તો તું ને તું છે
સર્વ દિશામાં તો તું છે, અંદર બહાર ભી તું છે, સર્વમાં તું છે, મુજમાં ભી તું ને તું છે
હરેક વિચારમાં તો તું છે, હરેક આચારમાં તો તું છે, હરેક શબ્દમાં પણ તું છે
હરેક આકારમાં શોભે તો તું છે, નિરાકારમાં તું છે, કુદરત તુજથી ભર્યું ભર્યું છે
સાગરના બુંદેબુંદમાં તું છે, હર વહેતી પવનની લહેરમાં, તું તો લહેરાય છે
વિરોધાભાસમાં ભી તું છે, દૃશ્ય-અદૃશ્ય જગતમાં ભી તો તું જ છે
હારમાં ભી તું છે, જીતમાં ભી તો તું છે, કહેવાય ના કદી ક્યાં નથી તો તું
મૂંઝવણમાં ભી તું છે, બહાર કાઢનાર એમાંથી તો તું છે, સમજાઈ શક્યો નથી તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)