Hymn No. 3543 | Date: 02-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-02
1991-12-02
1991-12-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15532
રહે છે ઊછળતો તો સાગર એની મસ્તીમાં
રહે છે ઊછળતો તો સાગર એની મસ્તીમાં, કોઈ તરે કે તણાયે, એમાં એ શું કરે વહેતી વહેતી જાયે સરિતા, કોઈ જળ પીએ કે કોઈ તરસ્યા રહે, એમાં... વહેતો ને વહેતો પવન, સદા વહેતો રહે, કોઈ લે એને, કોઈ છોડે,એમાં... સૂર્યકિરણો રહે રેલાતાં તો જગમાં, કોઈ એને ઝીલે ના ઝીલે, એમાં... ધરતી દે છે વસવા સહુને એના પર, કોઈ ઝૂંપડી ઊભી કરે ના કરે, એમાં... અન્ન ઊગે સદા તો ધરતી પર, કોઈ ખાયે ના એને ખાયે, એમાં... જ્ઞાન તો છે સદા સમજણ માટે, કોઈ ગેરસમજ ઊભી કરે, એમાં... જીવન મળ્યું સહુને તો મુક્તિ કાજે, કોઈ રહે બંધાતા એમાં, એમાં... ભાવ મળ્યા જીવનમાં તો પ્રભુને ભજવા, કોઈ દુર્ભાવમાં રચ્યા રહે,એમાં... પ્રેમ મળ્યો છે જગમાં સહુને પ્રભુને પામવા, કોઈ માયાને પ્રેમ કરે, એમાં...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahe che uchhalato to sagar eni mastimam,
koi taare ke tanaye, ema e shu kare
vaheti vaheti jaaye sarita, koi jal pie ke koi tarasya rahe, ema ... vaheto ne vaheto pavana, saad vaheto rahe, koi le ene, koi chhode, ema ... suryakirano rahe relatam to jagamam, koi ene jile na jile, ema ...
dharati de che vasava sahune ena para, koi jumpadi ubhi kare na kare, ema ...
anna uge saad to dharati para, koi khaye na ene khaye, ema ...
jnaan to che saad samjan mate, koi gerasamaja ubhi kare, ema ...
jivan malyu sahune to mukti kaje, koi rahe bandhata emam, ema ...
bhaav malya jivanamam to prabhune bhajavahe, koi durbhavamam rachya, ema ...
prem malyo che jag maa sahune prabhune pamava, koi maya ne prem kare, ema ...
|