થાયે ભૂલો બોલવામાં કે કહેવામાં, તારા વિના કોઈ એ સમજે નહિ
સંઘર્યા દુઃખો જીવનના તો હૈયામાં, એ તો સહેવાય નહિ કે કોઈને કહેવાય નહિ
કાઢવા નથી, એને તો હૈયામાંથી, તારા વિના કોઈ એને જાણે કે સમજે નહિ
રાખી છે ને રાખવી છે ધીરજ જીવનમાં, તારા વિના પાર કોઈ એને પાડે નહિ
રડવું નથી મારે તો જીવનમાં, જોજો રે પ્રભુ, સંજોગો મને અકળાવે નહિ
રહ્યો દૂર ભલે મુજથી તું તો જીવનમાં, અંતરમાંથી બહાર જોજે તું જાતો નહિ
કરતું રહ્યું છે સહન, હૈયું તો જીવનમાં, આઘાત વધુ હવે એને તું દેતો નહિ
રહ્યો છું મુંઝાતો જીવનમાં, કરું ભૂલો એવી જીવનમાં પ્રભુ, હૈયે એ તું ધરતો નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)