1991-12-03
1991-12-03
1991-12-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15536
મરી ગયો, મરી ગયો, ખાઈ ખાઈ માર, તો જીવનમાં હું તો મરી ગયો

પ્રભુ પ્રેમ પીયુષ પીવરાવીને તમારું, જીવનમાં હવે મને જીવાડી દેજો
દાઝી ગયો હું દાઝી ગયો, ઝીલી ઝીલી જ્વાળા ક્રોધની, જીવનમાં હું તો દાઝી ગયો
ખૂંચી ગયો, હું ખૂબ ખૂંચી ગયો, માયાના કાદવમાં, જીવનમાં હું તો ખૂંચી ગયો
જળી રહ્યો, હું જળી રહ્યો ઇર્ષ્યાની આગમાં, જીવનમાં હું તો જળી રહ્યો
ડૂબી ડૂબી ગયો, અહંના સાગરમાં, જીવનમાં હું તો ડૂબી ગયો
તણાઈ ગયો, હું તો તણાઈ ગયો, લોભ લાલચમાં, જીવનમાં હુ તો તણાઈ ગયો
ભૂલી ગયો, હું તો ભૂલી ગયો, આવ્યો શું કામ જીવનમાં, હું તો ભૂલી ગયો
થાકી ગયો, હું તો થાકી ગયો, કરી ખોટી દોડધામ, જીવનમાં હું તો થાકી ગયો
આવી ગયો, હું તો આવી ગયો, ફરી ફરી ખૂબ જગમાં, `મા' ના ચરણમાં હું તો આવી ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
marī gayō, marī gayō, khāī khāī māra, tō jīvanamāṁ huṁ tō marī gayō
prabhu prēma pīyuṣa pīvarāvīnē tamāruṁ, jīvanamāṁ havē manē jīvāḍī dējō
dājhī gayō huṁ dājhī gayō, jhīlī jhīlī jvālā krōdhanī, jīvanamāṁ huṁ tō dājhī gayō
khūṁcī gayō, huṁ khūba khūṁcī gayō, māyānā kādavamāṁ, jīvanamāṁ huṁ tō khūṁcī gayō
jalī rahyō, huṁ jalī rahyō irṣyānī āgamāṁ, jīvanamāṁ huṁ tō jalī rahyō
ḍūbī ḍūbī gayō, ahaṁnā sāgaramāṁ, jīvanamāṁ huṁ tō ḍūbī gayō
taṇāī gayō, huṁ tō taṇāī gayō, lōbha lālacamāṁ, jīvanamāṁ hu tō taṇāī gayō
bhūlī gayō, huṁ tō bhūlī gayō, āvyō śuṁ kāma jīvanamāṁ, huṁ tō bhūlī gayō
thākī gayō, huṁ tō thākī gayō, karī khōṭī dōḍadhāma, jīvanamāṁ huṁ tō thākī gayō
āvī gayō, huṁ tō āvī gayō, pharī pharī khūba jagamāṁ, `mā' nā caraṇamāṁ huṁ tō āvī gayō
|