Hymn No. 3549 | Date: 04-Dec-1991
|
|
Text Size |
 |
 |
થવાનું એ તો ભાઈ થવાનું, નથી જગમાં કાંઈ, કહીને કાંઈ તો થવાનું સમજી લેજે તું હૈયે સદા, છોડીશ જગ, નથી સાથે કાંઈ આવવાનું છે હાથમાં તો તારા, છે જ્યાં જગમાં તું કરવાનું છે, એ તો કરવાનું જીવન જીવજે જીવનમાં તું એવું, પડે ના જીવનમાં તારે તો રડવાનું છે આજ તો હાથમાં તારા, કરી લેજે એવું, ખાલી હાથ પડે ના રહેવાનું કરવું જગમાં ખંખેરી નાંખી ના હાથ, કહી થાવાનું છે ભાઈ, એ તો થાવાનું વિતાવ્યો કાળ, આવ્યું ના હાથમાં કાંઈ, કર્યા વિના નથી હવે કાંઈ ચાલવાનું યત્નોને તારા દેજે તું દિશા, એના વિના નથી બીજું તો કાંઈ કરવાનું કરી જીવનભર તો યત્નો ખોટા, જન્માવી નિરાશા, નથી તારું કાંઈ વળવાનું હિંમત ને ધીરજથી વધ તું આગળ, જીવન બધું તને તો એ દઈ જવાનું હવે વિતાવ ના કાળ, ખોટા વિચારમાં, લાગી જા કરવા, જીવનમાં છે જે કરવાનું કરવું જગમાં છોડી, ખંખેરી નાંખ ના હાથ, કહી થવાનું છે ભાઈ, એ તો થવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|