ના સમજું એવો હું અનાડી નથી, સમજ્યા મુજબ હું વર્તી શક્તો નથી
ગણું એને હું આળસ તો મારી, કે ગણું એને હું મારી મજબૂરી
જોઈએ છે જગમાં હૈયેથી તો બધું, વાત આ સ્વીકારી શક્તો નથી
ગણું એને હું અશક્તિ મારી, કે ગણું એને નબળાઈ મારી
વિકારોની આંધી તો મારા હૈયે તો જ્યાં જાગી
ગણું એને હું મારી વિશુદ્ધતાની ખામી, કે વિશુદ્ધતા તો ખૂટી મારી
વધતો રહ્યો જીવનમાં, અધવચ્ચે ગયો તૂટી, મંઝિલ પાસે ના આવી
ગણું શક્તિ ખૂટી મારી, કે હશે ના એની મારી તો પૂરી તૈયારી
રાત-દિવસ રાહ જોઈ તારી, મળ્યા ના દર્શન તારા તો માડી
ગણું એને, બન્યો ના લાયક માડી, સમજું ના, જાગી મુજમાં કંઈ ખામી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)