કરીશ નજર આસપાસ જ્યાં તું તો તારી, મળશે તને તો, તારી ને તારી કહાની
રહેશે ફરતા પાત્રો આસપાસ તો તારી, રચાતી જશે એમાં તારી તો કહાની
રચાશે કોઈ સાથે મૈત્રી, કોઈ સાથે દુશ્મનાવટ, છે એ તો તારી ને તારી કહાની
કોઈ પાત્રો ગૂંથાશે એવા, ના છૂટી શકે, લાગે એના વિના તારી અધૂરી કહાની
ભાવો, ભાવનાઓની, વિચિત્ર વૃત્તિઓની, હશે સંઘરાયેલ એ તો કહાની
સુખદુઃખથી હશે સદા એ તો એમની, હશે એ તો તારી ને તારી કહાની
છુપાયેલા હૈયાના તારા ભાવને, કરી વ્યક્ત, અચરજમાં નાખશે તને તારી કહાની
કદી તને એ જાશે ગમી, કદી જાશે ભડકાવી, તને ને તને તો તારી કહાની
એક દિનમાં થાયે ના પૂરી, લખતો ને લખતો રહેશે તો તું, તારી કહાની
જાશે વાંચી તારી આગલી કહાની, દેખાશે ભૂલો ઘણી, હતી એ તો તારી કહાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)