Hymn No. 3553 | Date: 04-Dec-1991
|
|
Text Size |
 |
 |
કરી કરી ઇચ્છાઓ ઊભી જીવનમાં સમજ, પડે છે તારે એની પાછળ તો દોડવું થાયે કંઈક તો પૂરી, રહે કંઈક તો અધૂરી, સુખદુઃખે પડે છે એમાં તો તોલાવું રાખશે ના જો એને કાબૂમાં, રહી ના જો એ કાબૂમાં, પડશે એની પાછળ ભટકવું થાયે ના એક જ્યાં પૂરી, થાયે બીજી ત્યાં ઊભી, બનશે મુશ્કેલ એને અટકાવવું અટકી ના જ્યાં એ થાક્યો ના જ્યાં તું, જો જરા, તારી હાલતનું એમાં તેં શું કર્યું એક દિન ઝીલી ના શકીશ એનો ભાર, આવશે ત્યારે વિચાર, હવે તો શું કરવું લેતો રહ્યો રસ્તો, ફાવ્યો ના જરાય, અટવાતા ને અટવાતા તો રહેવું પડયું મળી સફળતા થોડી, નિરાશા ઝાઝી, સહન તારે ને તારે તો કરવું પડયું જાગી છે જ્યાં તુજમાં, છે ઉપાય એના તો તુજમાં, તારે ને તારે પડશે કરવું છે સહેલો તો ઉપાય, હવે એ તો તું અજમાવ, જાગે એ તો જ્યાં, અર્પણ પ્રભુને કરજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|