દાતાના ડુંગરે, દાતા તારા છે બેસણાં
ભક્તો આવી લાગે તને પાય રે - જમિયલશા દાતાર
અરજી સાંભળજો મારી આજ રે
દર્શને આવતા પ્રેમથી નરનારી ને
ભક્તો તણો નહીં પાર રે - જમિયલશા દાતાર
અરજી સાંભળજો મારી આજ રે
માનતાઓ આવે તારે ધામ રે
કરતા તેના સર્વેના કામ રે - જમિયલશા દાતાર
અરજી સાંભળજો મારી આજ રે
આશ લઈને આવતા સૌ તારી પાસ રે
તેને કરતા ના કદી નિરાશ રે - જમિયલશા દાતાર
અરજી સાંભળજો મારી આજ રે
ઊંચો રે ડુંગર, દાતા ચડવો છે દોહ્યલો
શક્તિ આપી બોલાવે તારી પાસે રે - જમિયલશા દાતાર
અરજી સાંભળજો મારી આજ રે
માગ્યું દેનાર છે તું તો આ જગમાં
સાચવજે સદાયે મારી લાજ રે - જમિયલશા દાતાર
અરજી સાંભળજો મારી આજ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)