Hymn No. 3566 | Date: 12-Dec-1999
|
|
Text Size |
 |
 |
અરે ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે અરે, એ તો તારી ભૂલ છે
Are Bhool Che , Bhool Che, Bhool Che Are, E Tho Taari Bhool Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
અરે ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે અરે, એ તો તારી ભૂલ છે કરતો ને કરતો રહ્યો છે ભૂલો ઘણી, કરતા ને કરતા રહેવું એને - એ તો... વ્યાપ્યા છે પ્રભુ વિશ્વમાં, વસ્યા છે તુજમાં, રહે ગોતતો બહાર એને તું - એ તો... સત્યને ભૂલીને જીવનમાં, રહ્યાં છે માયાને સત્ય માનતોને માનતો - એ તો... સુખદુઃખ તો આવે જીવનમાં, માને રહેશે, સ્થિર એ તો જીવનમાં - એ તો... ભાગ્ય કરશે બધું રે જીવનમાં, દઈશ પુરુષાર્થ તારો તો એમાં - એ તો... પામ્યા છે મુક્તિ કંઈક સંતો ને ભક્તો જીવનમાં, માને છે ના મળી શકે તને - એ તો ... આવતા ને જાતા રહ્યા છે સંજોગો જીવનમાં, માને છે, રહેશે સ્થિર એ જીવનમાં - એ તો... કરવું છે જીવનમાં તો જ્યાં ઘણું, રહીશ અનિર્ણિત તું કરવામાં - એ તો... મુક્તો રહ્યો દોર છૂટો વિકારોનો જીવનમાં, રાખીશ ના તું એને કાબૂમાં - એ તો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|