કરવા છે `મા' નાં વધામણાં રે, મારે આંગણિયે
દેજો પ્રકાશ નભના તારલિયા રે, મારે આંગણિયે
ચંદ્રતારા શીતળ પાથરજે પ્રકાશ રે, મારે આંગણિયે
કોકિલ તારું કરજે મીઠું કજન રે, મારે આંગણિયે
મોગરા, ચમેલી પસરાવજે ફોરમ રે, મારે આંગણિયે
ગુલાબજળ પાથરજે તારી સુગંધ રે, મારે આંગણિયે
હૈયા તારી ભક્તિના સૂરો રેલાવજે રે, મારે આંગણિયે
આંસુ કેરા મોતીથી `મા' ને વધાવજે રે, મારે આંગણિયે
વિવિધ પુષ્પોથી `મા' ને વધાવજે રે, મારે આંગણિયે
તારા હૈયાના હેતે `મા' ને નવરાવજે રે, મારે આંગણિયે
વિવિધ ફળોથી `મા' ને સત્કારજે રે, મારે આંગણિયે
એના ચરણમાં તારું શીશ નમાવજે રે, મારે આંગણિયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)