જુગ-જુગ જૂનો મેલ તને બહુ લાગ્યો છે
દૂર કરવા તું ફરી ફરી જગમાં આવ્યો છે
નિર્વિકારી હતો તું, વિકારી થઈને આવ્યો છે
નિત્ય સ્વરૂપ ભૂલીને, જગમાં તું બહુ મહાલ્યો છે
ષડવિકારો ભેગા કરી, જગમાં તું બહુ મહાલ્યો છે
શુદ્ધ સ્વરૂપ ભૂલીને તારું, જગનાં બંધન લાવ્યો છે
આનંદ સ્વરૂપ ભૂલીને તારું, દુઃખમય પ્રવૃત્તિમાં લાગ્યો છે
કામ-ક્રોધને બહુ પંપાળી, જગમાં તું બહુ થાક્યો છે
લોભ-મોહમાં તણાઈ, જગમાં નવ કંઈ ખાટ્યો છે
અહંકારી બની ઈર્ષામાં રાચી, શું શું તું પામ્યો છે
વિકારોનાં બંધન તોડી, `મા' નું સાચું શરણું સાધવું છે
`મા' ના સત્ સ્વરૂપમાં ભળી, સત્ સ્વરૂપ થાવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)