Hymn No. 3583 | Date: 18-Dec-1991
તારા વિના રે માડી, જગમાં કાંઈ નથી, તું છે તો જગની હસ્તી છે
tārā vinā rē māḍī, jagamāṁ kāṁī nathī, tuṁ chē tō jaganī hastī chē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-12-18
1991-12-18
1991-12-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15572
તારા વિના રે માડી, જગમાં કાંઈ નથી, તું છે તો જગની હસ્તી છે
તારા વિના રે માડી, જગમાં કાંઈ નથી, તું છે તો જગની હસ્તી છે
તારા પ્રકાશ વિના જગમાં અંધારૂં છે, તું છે તો જગ તો દેખાયે છે
તું નથી, એવું જગમાં કોઈ સ્થાન નથી, તુજમાં સકળ સૃષ્ટિ સમાઈ છે
તારા વિચાર વિના બીજો કોઈ વિચાર નથી, એ વિચાર વિના બીજું સત્ય નથી
પડયા ના હોય ચરણ તો જ્યાં તારા, સૃષ્ટિમાં એવું તો કોઈ સ્થાન નથી
તારી નજરની બહાર તો કાંઈ નથી, તારી નજર જેવી બીજી કોઈ નજર નથી
વરસે કે મળે કૃપા જગમાં બીજા કોઈની, તારી કૃપાની બરાબરી થઈ શક્તી નથી
સમજાવે જગમાં તું તો સહુને, તારા વિના બીજા કોઈની શક્તિ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā vinā rē māḍī, jagamāṁ kāṁī nathī, tuṁ chē tō jaganī hastī chē
tārā prakāśa vinā jagamāṁ aṁdhārūṁ chē, tuṁ chē tō jaga tō dēkhāyē chē
tuṁ nathī, ēvuṁ jagamāṁ kōī sthāna nathī, tujamāṁ sakala sr̥ṣṭi samāī chē
tārā vicāra vinā bījō kōī vicāra nathī, ē vicāra vinā bījuṁ satya nathī
paḍayā nā hōya caraṇa tō jyāṁ tārā, sr̥ṣṭimāṁ ēvuṁ tō kōī sthāna nathī
tārī najaranī bahāra tō kāṁī nathī, tārī najara jēvī bījī kōī najara nathī
varasē kē malē kr̥pā jagamāṁ bījā kōīnī, tārī kr̥pānī barābarī thaī śaktī nathī
samajāvē jagamāṁ tuṁ tō sahunē, tārā vinā bījā kōīnī śakti nathī
|