છે અમારા હૈયામાં તો જે બધું, આજ પ્રભુ તને એ તો કહી દીધું
કહેવા બેસીશ જો પ્રભુ, છે જે તારા હૈયામાં બધું, લાગશે યુગો, થાયે ના તોય પૂરું
કહેતા ને કહેતા અમે રહેશું, થાશે ના પૂરું, જ્યાં જાગતું ને જાગતું રહે, નવું ને નવું
કહેવું છે અમારે તો પૂરું, રાખવું નથી અધૂરું, રહે તોય એ તો અધૂરું ને અધૂરું
કદી કહેવું છે જે, ના એ કહેવાતું, રહે મનડું મૂંઝાતું, ત્યાં તો શું કરવું
સાચું શું ને ખોટું શું, કદી ના એ સમજાતું, પૂછવું છે તને, નથી એ તો પુછાતું
જાણવું છે બધું, નથી અંધારામાં રહેવું, કહી શકશે તારા વિના તો કોણ બીજું
જાણવું છે અમારે બધું, તારા વિના કોણ જાણે બધું, તારા વિના કોને એ પૂછવું
જાણે તું તો બધું, કહેશે, તારે હશે જે કહેવું, પૂછશું તો અમે, પડશે તારે તો કહેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)