વાણી વિનાની વાણી, છે ઇશારત વિનાની તો ઇશારત તારી
કોણ અને કેટલાં, જગમાં પ્રભુ એ તો સમજી શકશે
આવતો નથી, એ તો જાતો નથી, તું રે પ્રભુ, રહે સદાયે તું તો સાથે
કોણ અને કેટલાં, જગમાં રે પ્રભુ, તને તો જોઈ શકશે
નિશાળ વિનાની તો છે નિશાળ તારી, સમજાવવાની રીત, તારી છે ન્યારી
કોણ અને કેટલાં, જગમાં રે પ્રભુ, એ તો શીખી શકશે
દેખાય ના છે એવી શક્તિ તારી, ભજે તને જગના નર ને નારી
કોણ અને કેટલાં જગમાં રે પ્રભુ, એ તો ઝીલી શકશે
અનુભવના છે પાસે તારે ઢગલા, નથી માર્યા એને તો તેં તાળાં
કોણ અને કેટલાં જગમાં રે પ્રભુ, એને તો અનુભવી શકશે
કહાની વિનાની છે કહાની તારી, રોજ લખાયે, રહે અધૂરી
કોણ અને કેટલાં જગમાં રે પ્રભુ, કરી શકે એને પૂરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)