|
View Original |
|
સંસાર દેખાય છે બહુ રળિયામણો
તેમાં પથરા છે અપાર
ગુલાબ ફૂલ છે બહુ સોહામણું
તેમાં કાંટાનો નહીં પાર
ભક્તિમાર્ગ દેખાય બહુ સીધોસાદો
એમાં મુશ્કેલીઓ આવે હજાર
વિશ્વાસે `મા' ના બેઠો, કહેવું છે બહુ સહેલું
અનુભવે એ તો સમજાય
મોહ ને કામના માર છે લોભામણા
લાગ્યા પછી નવ છુટાય
મદ ને અહંકારના ભાર છે સોહામણા
એ જીત્યા નવ જિતાય
`મા' નું શરણું સાધવું છે સાચું
એની કૃપાથી જ સઘળું જ થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)