Hymn No. 3616 | Date: 06-Jan-1992
|
|
Text Size |
 |
 |
જાણી લે, છે તું તો પ્રભુ, જીવનમાં કરું છું શું, કર્યું મેં તો શું
Jaani Le, Che Tu To Prabhu , Jeevanmama Karu Che Shu, Karyu Me To Shu
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
જાણી લે, છે તું તો પ્રભુ, જીવનમાં કરું છું શું, કર્યું મેં તો શું જાણી લેજે હવે રે પ્રભુ, જીવનમાં મારે જોઈએ છે શું કંઈક કર્યા છે પાપો, કર્યા છે કંઈક પુણ્ય, જાણી લીધું છે તેં તો બધું જાણી લેજે હવે તો પ્રભુ, મારે પુણ્ય પથ પર તો છે ચાલવું રહ્યો છું લડતો સંગ્રામ જીવનનો, કદી હાર, કદી જીત એમાં મેળવું જાણી લેજે હવે તો પ્રભુ, તારી કૃપાને યોગ્ય સદા બનતો રહું કદી વધુ આગળ કદી પાછળ, જીવનના તોફાનોમાં તો અટવાતો રહું જાણી લેજે હવે તો પ્રભુ, તારા ભાવને પ્રેમમાં, સદા સ્થિર રહું કર્યું શું, કર્યુ કેવું ના હું જાણું, જાણે તું, જોજે હવે યોગ્ય કરતો રહું જાણી લેજે હવે તો પ્રભુ, જીવનમાં હવે મારે જોઈએ છે શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|