Hymn No. 3618 | Date: 07-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-07
1992-01-07
1992-01-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15607
છોડે ના પીછો એ તો (2) આવે એ તો, પાછળ ને પાછળ
છોડે ના પીછો એ તો (2) આવે એ તો, પાછળ ને પાછળ વધુ જ્યાં હું આગળ ને આગળ, આવે એ તો, પાછળને પાછળ - છોડે... દોડું જ્યાં હું તો, દોડે એ તો સાથે, રોકાઉં જ્યાં હું, રોકાયે એ તો સાથે - છોડે... છુપાઈ જાઉં જ્યાં હું તો, છુપાઈ જાય મુજથી ત્યાં તો, એ તો - છોડે... કદી બને એ મોટો, કદી બને એ નાનો, રહે પણ એ તો સાથે ને સાથે - છોડે.. ડરી ભાગું જો આગળ, છોડે ના એ તો મને, આવે એ તો પાછળ ને પાછળ - છોડે... વળી, કરું જ્યાં એનો સામનો, રહે એ તો ભાગતો આગળ ને આગળ - છોડે... મધ્યાહ્ને સમાઈ જાય એ મુજમાં, સમાયા વિના નથી એનો તો આરો - છોડે... રહી દોડતાં ને દોડતાં, હું તો થાકતો, દોડતાં ને દોડતાં કદી ના એ થાકતો - છોડે.. છે એ તો ભૂતકાળના ને યાદના પડછાયા, છે એ તો તારા ને તારા - છોડે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhode na pichho e to (2) aave e to, paachal ne paachal
vadhu jya hu aagal ne agala, aave e to, pachhalane paachal - chhode ...
dodum jya hu to, dode e to sathe, rokaum jya hum, rokaye e to saathe - chhode ...
chhupai jau jya hu to, chhupai jaay mujathi tya to, e to - chhode ...
kadi bane e moto, kadi bane e nano, rahe pan e to saathe ne saathe - chhode ..
dari bhagum jo aagal , chhode na e to mane, aave e to paachal ne paachal - chhode ...
vali, karu jya eno samano, rahe e to bhagato aagal ne aagal - chhode ...
madhyahne samai jaay e mujamam, samay veena nathi eno to aro - chhode ...
rahi dodatam ne dodatam, hu to thakato, dodatam ne dodatam kadi na e thakato - chhode ..
che e to bhutakalana ne yadana padachhaya, che e to taara ne taara - chhode ...
|