રાચતા રહે છે સહુ તો લોભ-લાલચમાં, જગતમાં ના કોઈ બાકી છે
સહુ માનવની, જીવનમાં આ તો કહાની છે
નથી ત્યજી શક્તા ઇચ્છાઓ તો જગમાં, બન્યા લાચાર, એ તો લાચારી છે
ચાહી છે સફળતા જગમાં સહુએ, જગત તો સફળતાની દીવાની છે
મેળવતા રહેવું છે જગમાં સહુએ, દેવાની જગમાં, ના જલદી તૈયારી છે
અપેક્ષાઓ રહે સીમા વટાવતી, ના કાબૂમાં રાખવાની તો તૈયારી છે
રહે છે ભૂલતા ભૂલો સહુ તો ખુદની, ભૂલો અન્યની કાઢતા રહ્યા છે
જોઈએ જગમાં સહુને તો બધું, સાચા જીવનની ના કોઈ ખુમારી છે
જીવન જાય વીતી, આમ અમસ્તું, કરવા સફળ ના કોઈ તૈયારી છે
નીકળે ના વિકારોમાંથી બહાર જીવનમાં, હાલત સહુએ આ સ્વીકારી છે
સદ્દગુણો ચાહ્યા સહુએ, અપનાવવા જીવનમાં, ના સાચી કોઈ તૈયારી છે
લડી લેવું છે અંતરશત્રુઓ સામે, લડવાની ના કાંઈ તૈયારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)