એક સાચી સમજણ ભરી સવાર, મારી જ્યાં પડી ગઈ
શ્વાસે-શ્વાસે પ્રભુ સ્મરણની યાદ, એ તો આપતી ગઈ
મોહ-માયાના નર્તન, નયનો સામેથી એ તો હટાવી ગઈ
વાણી ને વર્તનમાં, પરિવર્તન સાચું, ઊભું એ તો કરી ગઈ
મારા-તારાના ભેદ, જીવનમાં, હૈયેથી એ તો મિટાવી ગઈ
ભાવ ને ભક્તિના મૃદુ સ્પર્શે, હૈયું મારું એ તો ભીંજવી ગઈ
જીવન ઘડતરના ચણતરમાં, સહાય એ તો કરતી ગઈ
ઊઠતાં ને ઊઠતાં શંકાના પરપોટાઓને, એ તો શમાવતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)