રહ્યો છે ઘુમાવતો ને ઘુમાવતો માયામાં અમને, હજી ઘુમાવવું કેટલું બાકી છે
દુઃખદર્દના ડંખ રહે છે દેતો જીવનમાં રે પ્રભુ, હજી બીજા દેવા કેટલા બાકી છે
મુસીબતો ને આફતોનો વરસાદ વરસાવે રે પ્રભુ, હજી વરસાવવો કેટલો બાકી છે
દેતો રહ્યો છે કંઈક આઘાત ભાગ્યના રે પ્રભુ, હજી દેવા બીજા કેટલા બાકી છે
જીવનમાં જગાવતો રહ્યો છે મૂંઝારા રે પ્રભુ, હજી મૂંઝાવવું કેટલું બાકી છે
દોડાવતો રહ્યો છે લોભ-લાલચમાં જીવનમાં રે પ્રભુ, હજી દોડાવવું કેટલું બાકી છે
કરાવતો ને કરાવતો રહ્યો છે કર્મો જીવનમાં રે પ્રભુ, હજી કરાવવા કેટલા બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)