ઘાણીનો બળદ ચાલ્યો ઘણું, રે ભાઈ અંતે ત્યાંનો ત્યાં
માયાના ચકરાવામાં ચિત્ત ચોંટ્યું ઘણું, રે ભાઈ અંતે ત્યાંનો ત્યાં
અમલ વિનાના નિર્ણય લીધા ઘણા, રે ભાઈ અંતે ત્યાંનો ત્યાં
મન મારું મજબૂત ના રહ્યું, રે ભાઈ અંતે ત્યાંનો ત્યાં
સંકલ્પો કર્યા ઘણા, તોડતાં ન લાગી વાર, રે ભાઈ અંતે ત્યાંનો ત્યાં
ક્રોધ છોડીને ક્રોધ કરતો ત્યાં ને ત્યાં, રે ભાઈ અંતે ત્યાંનો ત્યાં
વેર ભૂલીને, વેરી બનતાં સમય ના લાગતો, રે ભાઈ અંતે ત્યાંનો ત્યાં
માયા છોડવા વિચાર્યું ઘણું, પણ, રે ભાઈ અંતે ત્યાંનો ત્યાં
મન નચાવે તેમ હું નાચતો, સ્થિર ના કરતો વિચાર, રે ભાઈ અંતે ત્યાંનો ત્યાં
સમજણ વિના ડોકું ધુણાવતો, અજ્ઞાનનો નહીં પાર, રે ભાઈ અંતે ત્યાંનો ત્યાં
`મા' ની પાસે પહોંચવું છે, ના છોડતો માયાની જંજાળ, રે ભાઈ અંતે ત્યાંનો ત્યાં
સમજણ મેં તો લીધી ઘણી, આચરણનો અભાવ, રે ભાઈ અંતે ત્યાંનો ત્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)