1992-01-22
1992-01-22
1992-01-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15628
સત્તા તો નથી જ્યાં તારી પાસે, જગમાં ફુલાતો તું શાને ફરે છે

થતું નથી તારું તો જગમાં ધાર્યું, પ્રભુનું ધાર્યું તો થાતું રહે છે
ભેગુંને ભેગું રહે છે સહુ કરતા, ખાલી હાથે જગમાંથી જાવું પડે છે
તારા કર્મો પ્રભુના ચોપડે લખાતા રહે છે, હિસાબ પ્રભુ એનો તો રાખે છે
આવશે ને જાશે સહુ તો જગમાં, કર્મનો આધાર તો એને રહે છે
છે હાથમાં સદા તો તારા, ઉદાસીન એમાં તો તું શાને રહે છે
મનવૃત્તિ રહે ના જ્યાં હાથમાં, ભોગ સુખદુઃખના ત્યાં બનવું પડે છે
તૂટે તો જ્યાં સીમા સંયમની, સદા ભોગ એનું તો બનવું પડે છે
તાકાત વિનાની રમત જે રમે છે, જીવનમાં એ તૂટતો ને તૂટતો રહે છે
એક વખત નામ પ્રભુનું જો હૈયે ચડે, ફરક જીવનમાં ત્યાં ઘણો પડે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sattā tō nathī jyāṁ tārī pāsē, jagamāṁ phulātō tuṁ śānē pharē chē
thatuṁ nathī tāruṁ tō jagamāṁ dhāryuṁ, prabhunuṁ dhāryuṁ tō thātuṁ rahē chē
bhēguṁnē bhēguṁ rahē chē sahu karatā, khālī hāthē jagamāṁthī jāvuṁ paḍē chē
tārā karmō prabhunā cōpaḍē lakhātā rahē chē, hisāba prabhu ēnō tō rākhē chē
āvaśē nē jāśē sahu tō jagamāṁ, karmanō ādhāra tō ēnē rahē chē
chē hāthamāṁ sadā tō tārā, udāsīna ēmāṁ tō tuṁ śānē rahē chē
manavr̥tti rahē nā jyāṁ hāthamāṁ, bhōga sukhaduḥkhanā tyāṁ banavuṁ paḍē chē
tūṭē tō jyāṁ sīmā saṁyamanī, sadā bhōga ēnuṁ tō banavuṁ paḍē chē
tākāta vinānī ramata jē ramē chē, jīvanamāṁ ē tūṭatō nē tūṭatō rahē chē
ēka vakhata nāma prabhunuṁ jō haiyē caḍē, pharaka jīvanamāṁ tyāṁ ghaṇō paḍē chē
|
|