Hymn No. 3649 | Date: 28-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-28
1992-01-28
1992-01-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15636
જીવન જીવવવું છે જ્યાં, પ્રયોજન જીવનમાં તો જોઈએ
જીવન જીવવવું છે જ્યાં, પ્રયોજન જીવનમાં તો જોઈએ કરવું છે જીવનમાં તો કોઈ કામ, મતલબ તો જોઈએ જીવનમાં બાંધવું છે તો વેર, કોઈ હેતુ તો જોઈએ રહેવું છે ફરતા ને ફરતા જીવનમાં, કોઈ આશ્રય તો જોઈએ જોવી છે જીવનભર તો રાહ, કોઈ મંઝિલ તો જોઈએ સાંભળવી છે પ્રેમની કોઈની વાત, રસ એમાં તો જોઈએ દેવાં છે જ્યાં દયાના દાન, દિલેર દિલ હોવું તો જોઈએ સમજવી છે જ્યાં જીવનની વાત, નજર તો સૂક્ષ્મ જોઈએ લેવું છે પ્રભુનું પ્રેમથી તો નામ, ભાવ થોડા એમાં તો જોઈએ કરવા છે સફળ જીવનમાં તો કામ, હોશિયારી થોડી તો જોઈએ કરવો છે સત્કાર, પ્રભુ તારા આગમનનો, કોઈ સૂચન તો જોઈએ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivan jivavavum che jyam, prayojana jivanamam to joie
karvu che jivanamam to koi kama, matalaba to joie
jivanamam bandhavum che to vera, koi hetu to joie
rahevu che pharata ne pharata jivanamam, jivan jovi,
ko chara joie to
sambhalavi che premani koini vata, raas ema to joie
devam che jya dayana dana, dilera dila hovum to joie
samajavi che jya jivanani vata, najar to sukshma joie
levu che prabhu nu prem thi to nama, bhaav thoda ema to joie
karva chivhe, hoshiyari thodi to joie
karvo che satkara, prabhu taara agamanano, koi suchana to joie
|