|
View Original |
|
`મા' માં ચિત્ત જોડવા બેઠો
જૂની આદત ડોકિયું કરી ગઈ
રઝળપાટમાં ખૂબ રખડ્યો
મહેનત મારી રોળાઈ ગઈ
રાત-દિવસ કર્મોમાં ખૂબ ખૂંપ્યો
સમજણ બધી વિસરાઈ ગઈ
બહાર નીકળવા પ્રયત્નો કરતો
પણ આળસાઈ અડકી ગઈ
જાતનો બચાવ સદાય કરતો
સંતોની શિખામણ સુકાઈ ગઈ
`મા' ને ખોટી વિનવણી ખૂબ કરતો
પણ સાચી ભાવના વેચાઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)