ખૂટ્યાં વિશ્વાસના તો વાયરા, તૂટયાં જીવનમાં તો બધા સહારા
સમજાતું નથી, મળશે જીવનમાં, ક્યારે તો કિનારા
રહ્યાં જીવનમાં તો ચાલતા, છવાઈ રહ્યાં છે આંખે તો અંધારા
પડે છે અને પડતા રહ્યાં છે, જીવનમાં કરવા કંઈક તો સામના
પડીશ તૂટી કે રહીશ ઊભો, કઈ રીતે જીવનમાં તો એમાં
પડી આદત ચિંતાની, ના છૂટી, કરવા પડયા ચિંતાના તો ઉજાગરા
સમજણ જાગે ને જાયે તૂટી, થઈ ગયા છે બંધ સમજણના તો બારણાં
રહ્યાં છે જાગતા ને જાગતા તો હૈયે, અપમાન તણા તો ભણકારા
રોક્યું હવે નથી રોકાતું, બાકી છે વહેતી આંખથી તો અશ્રુની ધારા
છે પરિસ્થિતિ આવી મારી રે પ્રભુ, છો તમે એક એમાંથી ઉગારનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)