Hymn No. 3654 | Date: 29-Jan-1992
|
|
Text Size |
 |
 |
ધાર્યું ને ધાર્યું, માનવનું જીવનમાં જો થાત, રહેતે પ્રભુને તો શું હાથ આ સંસારમાં તો છે બધું, છે બધું તો પ્રભુને હાથ (2) તારી આશા ને નિરાશામાં અટવાઈ પછાડ ના જીવનમાં, તારા તો તું હાથ રહ્યો છે તું નાચતો ને નાચતો માયામાં, છે માયા તો પ્રભુને હાથ નીકળ્યો ના જીવનમાં મારગ તો તારો, મળ્યો ના, જ્યાં તને, ભાગ્યનો સાથ છે ડામાડોળ જ્યાં મનડું તો તારું, ગયો બની લાચાર તો તું એને હાથ વિચારો ને વિચારો, રહ્યાં નચાવતા તને, રહ્યાં ના જ્યાં એ તો તારે હાથ મળવું, કરવું થાયે જગમાં, જીવનમાં, થાયે બધું એ તો તારા ભાગ્યને હાથ ખાવું, પીવું, રહેવું જગમાં, થાતું એ તો રહેશે, લખાયું હશે જે તારી સાથ દિન ઊગે ને દિન આથમે તો જગમાં, નથી તો એ કાંઈ તારે હાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|