છે મન, બુદ્ધિ ને ભાવ (2) છે એ તો ત્રિવેણીના સ્થાન
માનવ તો, નિત્ય એમાં સ્નાન કરતા જાયે (2)
લાવ્યા જગમાં લઈને એ તો સાથે, રહે સાથે ને સાથે, એ તો સદાય
થાવા પવિત્ર તો એમાં, રાખવા પડશે પવિત્ર, એને તો સદાય
એક ભી થાયે જ્યાં અપવિત્ર, કર્યું સ્નાન, ના કર્યા બરાબર થાય
છે પવિત્ર કરવા, શક્તિ એમાં, જોજે જરા ના એ તો વિસરાય
થાવા તો પવિત્ર, જરૂર નથી, જવાની દૂર જગમાં તો ક્યાંય
થયા એકવાર પવિત્ર એમાં, રહેશું પવિત્ર ને પવિત્ર, નથી એવું કાંઈ
રાખવા ને રાખવા પવિત્ર એને, સાધના વિના નથી બીજું એ તો કાંઈ
થવું પડશે પવિત્ર, રહેવું પડશે પવિત્ર, ઇલાજ નથી જગમાં બીજો કોઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)