`મા' મારા મનમાં વસીને માત, કરજે તું નિત્ય વાસ
કદી ખોટાં ન કરું હું કામ, રાખીને તારામાં વિશ્વાસ
સદા કરું સર્વને પ્રણામ, જાણીને સર્વમાં તારો વાસ
લઈશ સદાય તારું નામ, રાખીને તારામાં વિશ્વાસ
છોડીશ ક્રોધ, લોભ, મદ તમામ, જાણીને સૃષ્ટિમાં તારો વાસ
ભરીશ તારા નામથી શ્વાસોશ્વાસ, રાખીને તારામાં વિશ્વાસ
આ જગમાં કરવાં છે શુભ કામ, હૈયે કરજે તું નિવાસ
કરવાં સકળ કામ બનીને નિષ્કામ, રાખીને તારામાં વિશ્વાસ
હૈયું લૂંટાવીને રટવું છે તારું નામ, અનુભવીને સર્વમાં તારો વાસ
ખોવી નથી કદીયે હામ, રાખીને તારામાં સંપૂર્ણ વિશ્વાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)