Hymn No. 3672 | Date: 08-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-08
1992-02-08
1992-02-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15659
હંસલા હવે તો વિચાર, હંસલા જરા તો વિચાર
હંસલા હવે તો વિચાર, હંસલા જરા તો વિચાર રહ્યો આવતો ને આવતો તું તો જગમાં, રહી તારી એની એ તો ફરિયાદ જોઈતું ને જોઈતું રહ્યું જગમાં તને તો બધું, રાખ્યો ના સંતોષ તેં તો લગાર - રહી... છૂટયાં જ્યાં એક જનમના સગા ને વ્હાલા, મળી ગઈ બીજા જનમની લંગાર - રહી... રહ્યો હતો ડૂબી પહેલાં તો માયામાં, છોડી ના હજી એને તો તેં લગાર - રહી... બદલાયા તારા વાતાવરણ ને તનડાં, ના બદલાયા તારા વિચાર ને આચાર - રહી.. સંજોગે સંજોગે પરિસ્થિતિ બદલાઈ, સુધર્યો ના તોયે તું તો લગાર - રહી... પહોંચ્યો ના તું તો મંઝિલ પાસે, રહી દૂરને દૂર તુજથી તો સદાય - રહી... થાક્યો ના કરતા સહન, પીડા જનમની રહ્યો છે કરતો તોયે ફરિયાદ - રહી... સુખની લાલસા છૂટી ના હૈયેથી, દુઃખ તો દોડતું આવ્યું રે સદાય - રહી... હંસલા હવે તો વિચાર, હંસલા જરા તો વિચાર - રહી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hansala have to vichara, hansala jara to vichaar
rahyo aavato ne aavato tu to jagamam, rahi taari eni e to phariyaad
joitum ne joitum rahyu jag maa taane to badhum, rakhyo na santosha te to lagaar - rahi ...
chhutayam jya saga ek janam , mali gai beej janamani langar - rahi ...
rahyo hato dubi pahelam to mayamam, chhodi na haji ene to te lagaar - rahi ...
badalaaya taara vatavarana ne tanadam, na badalaaya taara vichaar ne aachaar - rahi ..
sanjoge sanjoge parjoge par , sudharyo na toye tu to lagaar - rahi ...
pahonchyo na tu to manjhil pase, rahi durane dur tujathi to sadaay - rahi ...
thaakyo na karta sahana, pida janamani rahyo che karto toye phariyaad - rahi ...
sukhani lalasa chhuti na haiyethi, dukh to dodatu avyum re sadaay - rahi ...
hansala have to vichara, hansala jara to vichaar - rahi ...
|
|