આવશે ના, જીવનમાં તો, પસ્તાવાની પાળી (2)
શીખી જઈશ જો તું, આંકતા કિંમત સાચી, સાચી કિંમત તો આંકતા
હરેક સંજોગો પડશે આંકવા તો સાચા, પડશે પાસા હરેક તો, લક્ષ્યમાં લેવા
ચૂક્યા એક પણ પાસા તો જ્યાં, ફરક જરૂર એની કિંમતમાં તો પડવાના
આંકવા પડશે અંદરના ભાવોને ભૂલવા, દેજે મૂલ્યો એને, એનાં તો કહેવા
આંકી કિંમત કોઈએ જો સાચી, રહેજે તૈયાર તો સદા, એને સ્વીકારવા
પડશે જાળવવા સંબંધો જ્યાં તારે, રહેજે તૈયાર સહુને સાચા તો આંકવા
હર વૃત્તિને, સ્વભાવને દેજે સ્થાન એનું સાચું, કરતો ના ભૂલ એને આંકતા
મનની સ્થિરતા ને ભાવની સ્થિરતા, પડશે જરૂર એની, સાચું તો આંકવા
કરીશ જો તું આટલું જીવનમાં, આવશે ના જીવનમાં તો પસ્તાવાની પાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)