Hymn No. 3677 | Date: 11-Feb-1992
|
|
Text Size |
 |
 |
થઈ શકે તારાથી જે જીવનમાં, એટલું તો તું કરજે, ના બીજા પર છોડજે ઉપાડજે તો કાર્ય, જે તું કરી શકે, અન્યની આશ તો ઠગારી નિવડશે હિંમત અને શક્તિ, હશે જે પાસે તારી, એજ તો સાથે ને સાથે રહેશે કહી ના શકીશ ક્યારે ને કેમ, ભાવ અન્યના તો હટી જશે રહેશે ભાવ પ્રભુના તો એવાને એવા, એવાને એવા સદા એ તો રહેશે સંજોગો રહેશે જીવનમાં તો બદલાતા, પ્રભુના ભાવો તો ના બદલાશે લાવ્યો ભાર કર્મનો તો સાથે, અન્ય ના કોઈ એ તો ઉપાડશે પડશે શ્વાસો તારા, તારે ને તારે તો લેવા, જીવન તારું તો એ કહેવાશે સંકળાયો છે તારા શરીર સાથે તું જ્યાં, તારું ત્યાં સુધી એ કહેવાશે પ્રભુ રહ્યા છે વિશ્વમાં તો વ્યાપી, વિશ્વમાં સહુના એ તો કહેવાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|