Hymn No. 3679 | Date: 12-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-12
1992-02-12
1992-02-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15666
થાંભલા ને થાંભલાની ઉપર, રહેશે ઇમારત તો ઊભી, એવો થાંભલો તું બનજે
થાંભલા ને થાંભલાની ઉપર, રહેશે ઇમારત તો ઊભી, એવો થાંભલો તું બનજે કોઈના જીવનમાં, નડતરરૂપ થાંભલો, એવો થાંભલો તો તું ના બનજે ફૂલને રક્ષણ દે સદા કાંટા, એવો કાંટો જીવનમાં ભલે તું બનજે રસ્તે ખુલ્લે પગે ચાલનારાના પગમાં, ભોંકાતો કાંટો કદી ના તું બનજે ભૂખ્યાને રસોઇથી સંતોષવા, રસોઇ પકવવાનો અગ્નિ ભલે તું બનજે કોઈનું જીવન જલાવવા, કે વિનાશ કરવા નોતરવાનો, અગ્નિ તું ના બનજે દિવસભરનો શ્રમિક નો શ્રમ ઉતારવા, ઠંડકભરી રાત્રિ તો તું બનજે પ્રેમીઓને ઝૂરતા ને ઝૂરતા રાખી, વિરહભરી એવી રાત્રિ ના બનજે તૃષાથી તરફડતા જીવની પ્યાસ બુઝાવવા, અમૃતમય ઠંડું જળ તું બનજે ધરતીને લીલીછમ કરતા પાકનો નાશ કરતા વિનાશકારી જળ ના બનજે ગતિએ ગતિએ થાયે પ્રગતિ, જીવનમાં એવી ગતિ તો તું બનજે જે ગતિ જીવનમાં દે નીચે ને નીચે ધકેલી, દૂર્ગતી એવી ના તું બનજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thambhala ne thambhalani upara, raheshe imarata to ubhi, evo thambhalo tu banje
koina jivanamam, nadatararupa thambhalo, evo thambhalo to tu na banje
phulane rakshan de saad kanta, evo kaan kana kaan
kaan kana kaan pahanto pato raste
bhukhyane rasoithi santoshava, rasoi pakavavano agni bhale tu banje
koinu jivan jalavava, ke vinasha karva notaravano, agni tu na banje
divasabharano shramika no shrama utarava, thandakabhari raatri to tu banje
premione juradi raatri to tu banje premione juradata ne juradri rakhi,
najasa javhani , anritamaya thandum jal tu banje
dharatine lilichhama karta pakano nasha karta vinashakari jal na banje
gatie gatie thaye pragati, jivanamam evi gati to tu banje
je gati jivanamam de niche ne niche dhakeli, durgati evi na tu banje
|