છે રસ્તા જીવનના તો, વાંકાચૂકા (2)
હરેક વળાંકે જોઈ લેજે, વળાંક તને ક્યાં લઈ જાય છે
રસ્તે-રસ્તે તપાસી લેજે, રસ્તો તને ક્યાં એ પહોંચાડે છે
રાખ ના આશા, મળશે રસ્તા બધા સીધા, હશે તોય, એ રસ્તા ને રસ્તા
હશે એ તો લાંબા કે ટૂંકા, મળશે એમાં પથરા કે કાંકરા
મળે ના મળે ભલે સથવારો, પડશે ચાલવું, કદી તો એકલા
પહોંચાડે તને જે મંઝિલે, ગણજે તારા માટે એને તો સાચા
સમયસર પહોંચવું છે મંઝિલે, પડશે નહિતર સમયના ફાંફાં
ગુમાવીશ સમય જો ખોટી વાતોમાં, પડશે ત્યાં તો સમયના સાંસા
છે પાસે જે કાંઈ તારી, લેજે જીવનમાં, આધાર તું એના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)