ભૂલો થઈ છે ઘણી મારી, ઓ માત મારી
માફ કરજે સદાય મુજને, તારો બાળ જાણી
ન કરજે દૂર તુજ દૃષ્ટિથી મુજને, ઓ માત મારી
ત્રિવિધ તાપથી તપતો રહ્યો, ઓ માત મારી
દૂર કરજે એ સદાય, તારી શીતળ છાંય ઢાળી
ન કરજે દૂર તુજ દૃષ્ટિથી, મુજને ઓ માત મારી
વિવિધ દુઃખોથી ઘેરાયો, સૂઝે નહીં દિશા જવાની
રાહબર બનજે મારી, જીવનપથ દેજે ઉજાળી
ન કરજે દૂર તુજ દૃષ્ટિથી, મુજને ઓ માત મારી
મુસીબતોના મારથી, વળી ગઈ છે કેડ મારી
હિંમતતણો ટેકો દઈને તારો, કરજે ટટ્ટાર મુજને માડી
ન કરજે દૂર તુજ દૃષ્ટિથી, મુજને ઓ માત મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)