|
View Original |
|
જીવન તો એક એવું લાંબું ને લાંબું વાક્ય છે
લખવું કેટલું લાંબું કે ટૂંકું, એ તો તારેને તારે હાથ છે
અર્થપૂર્ણ જીવન એજ તો જીવનનો સાર છે - જીવન...
ઉદ્ભવતાને ઉદ્ભવતા પ્રશ્નો જીવનમાં, એ એનું પ્રશ્નાર્થ ચિન્હ છે - જીવન...
નાંખી દેશે જીવન કદી આશ્ચર્યમાં, એ એનું આશ્ચર્ય ચિન્હ છે - જીવન...
સંતવાક્યો ને શાસ્ત્ર વચનો, એ તો એનું અવતરણ ચિન્હ છે - જીવન...
આચરણ વિનાનું શિક્ષણ, એ તો એનું અર્ધવિરામ છે - જીવન...
પડશે ખાવો પોરો તો જીવનમાં, એ એનું તો અલ્પવિરામ છે - જીવન...
મુક્તિ એ તો જીવનનું પૂર્ણવિરામ છે - જીવન...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)