Hymn No. 3695 | Date: 20-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-20
1992-02-20
1992-02-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15682
સવાલો ને સવાલોના ઝૂમખા, મનમાં ઊભા થાતાં તો રહ્યાં છે
સવાલો ને સવાલોના ઝૂમખા, મનમાં ઊભા થાતાં તો રહ્યાં છે સવાલો ને સવાલો એના, જવાબોની રાહ જોતાં તો રહ્યાં છે કંઈક અટપટા સવાલો, મૂંઝવણ ઊભી તો કરતા રહ્યાં છે સાચા ઉકેલો તો એના જીવનમાં, માગી એ તો રહ્યાં છે સીધાને સરળ સવાલો, ઝટપટ જીવનમાં ઉકેલી તો રહ્યાં છે ઉકેલ તો એના, બળ નવું, જીવનને દઈ એ તો રહ્યાં છે અટક્યા ના સવાલો, ઢગના ઢગ, થાતાં એના તો રહ્યાં છે જવાબોની ઝડપની રાહ, ઝંખતા એ તો રહ્યાં છે કદી જવાબો તો સુખદ રહ્યા છે, કદી દુઃખ ઊભા એ તો કરી ગયા છે કદી જવાબો, આશ્ચર્યમાં નાંખતા એ તો ગયા છે વીતી ના પળ સવાલો વિના, ઊભાને ઊભા થાતા રહ્યાં છે ભુલાયા કદી, કદી લૂપ્ત એ તો થઈ ગયા છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
savalo ne savalona jumakha, mann maa ubha thata to rahyam che
savalo ne savalo ena, javaboni raah jota to rahyam che
kaik atapata savalo, munjavana ubhi to karta rahyam che
saacha ukelo to ena jivanamam, magi e to
rahyam chamala ukalo, jivan samapheeli to rahyam che
ukela to ena, baal navum, jivanane dai e to rahyam che
atakya na savalo, dhagana dhaga, thata ena to rahyam che
javaboni jadapani raha, jankhata e to rahyam che
kadi javabo to sukhada rahya e chhe, gaya che
kadi javabo, ashcharyamam nankhata e to gaya che
viti na pal savalo vina, ubhane ubha thaata rahyam che
bhulaya kadi, kadi lupta e to thai gaya che
|