Hymn No. 3703 | Date: 23-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-23
1992-02-23
1992-02-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15690
નવરા બેઠાં નખ્ખોદ વાળે, શાસ્ત્રના બે વચન રોકી, જ્ઞાતા માને
નવરા બેઠાં નખ્ખોદ વાળે, શાસ્ત્રના બે વચન રોકી, જ્ઞાતા માને વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ કરવા મદદ તો અખાડા કરે, ટીકાનું શસ્ત્ર સદા ઉગામે - વાહ સ્વાર્થને સાધવા સગપણ શોધે, સ્વાર્થ સંધાતા, કચરાની ટોપલીમાં ફેંકે - વાહ... કરે કોઈ શંકા તો આંખો કાઢે, કરવી શંકા, પોતાનો ધરમ માને - વાહ... શબ્દો કાઢતા કદી ના વિચારે, કરવા એને પૂરા, અખાડા કરે - વાહ... જીવનમાં તો કરવું કાંઈ નહિ, ચાહે પોતાનું કહ્યું તો સહુ કરે - વાહ... અપમાન થાતાં તો રઘવાયાં બને, કરવા અપમાન તો ના અચકાયે - વાહ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
navara betham nakhkhoda vale, shastrana be vachan roki, jnata mane
vaha bhai vaha, vaha bhai vaha, vaha bhai vaha
karva madada to akhada kare, tikanum shastra saad ugame - vaha
svarthane sadhava sagapan shodhe, swarth sandhata - topalaha phenani .. .
kare koi shanka to aankho kadhe, karvi shanka, potano dharama mane - vaha ...
shabdo kadhata kadi na vichare, karva ene pura, akhada kare - vaha ...
jivanamam to karvu kai nahi, chahe potanum kahyu to sahu kare - vaha ...
apamana thata to raghavayam bane, karva apamana to na achakaye - vaha ...
|