Hymn No. 3711 | Date: 27-Feb-1992
|
|
Text Size |
 |
 |
જાગી મેં તો જોયું (2) જોયું જોયું જોયું, જાગી મેં તો જોયું વીતી ગયો સમય ખૂબ ઊંઘ આળસમાં, જાગી એ તો જોયું કરવું હતું જે જીવનમાં, અધૂરું ને અધૂરું, રહી એ તો ગયું મધુરું મીઠું સપનું યાદોમાં ને યાદોમાં, રહી એ તો ગયું સપનું હતું એ સપનું, હતું ના એ સાચું, છોડવા મન તો તે ના થયું જાગી જીવનમાં, મુંઝાયો હું તો, જીવનમાં હવે તો શું કરવું ઊઠયો જીવનમાં તો જ્યાં, લાગ્યું બધું જાવું, આદતથી હતું એ તો જુદું હતું ના એ તો નવું, લાગ્યું તોયે નવું, પડશે તોયે એ તો કરવું અચરજમાં પડવું પડયું, છે આ તો સાચું, કેમ ના એ તો કર્યું હતું તો જ્યાં જાવું, અધવચ્ચે કેમ છોડયું, પડશે પૂરું તો કરવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|