કરી નિર્ણય તો તું તારો, દઈ મત તારો એને, જીવનમાં એને તું ચૂંટી લેજે
ચૂંટવું છે જ્યાં જીવનમાં એકને, દઈ મત તારો એને, જીવનમાં એને તું ચૂંટી લેજે
આવે વિચારો જીવનમાં ઘણાં, પકડી એક વિચાર સાચો - દઈ મત તારો...
જાગે ભાવો જીવનમાં ઘણાં, પકડી એક ભાવ એમાંથી સાચો - દઈ મત તારો...
છે રાહો જીવનમાં તો ઘણી, પકડી રાહ એમાંથી એક સાચી - દઈ મત તારો...
છે નામો ને નામો ભગવાનના તો જુદા, લઈ એક નામ તો એમાંથી - દઈ મત તારો...
છે લક્ષ્ય અનેક તો જીવનમાં, કરી લક્ષ્ય નક્કી એમાંથી તો તારું - દઈ મત તારો...
ઉપાધિ અને ઉપાધિ આવે જીવનમા, કરવા દૂર એને, કરી પસંદ એકને -દઈ મત તારો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)