Hymn No. 3719 | Date: 02-Mar-1992
|
|
Text Size |
 |
 |
અશક્યતાની ગૂંથણીમાં, ગૂંચવાયેલ શક્યતાને, જ્યાં બહાર કાઢવી છે
Ashkyatani Guthanima, Guchavayel Shkyatane, Jyaa Bahaar Kaadhavi Che
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
અશક્યતાની ગૂંથણીમાં, ગૂંચવાયેલ શક્યતાને, જ્યાં બહાર કાઢવી છે મન દઈ, યત્નોમાં જાજે તું લાગી, આખર જીત તો એની થવાની છે રેતીના ઢગમાં ખોવાયેલ તારા હીરાને, શોધવા જાજે રેતીને તું ચાળવા એક દિવસ તારા હાથમાં એ તો, આવી જવાનો છે હૈયાની અંદર ને અંદર, છુપાયેલ શાંતિના મોતીને જ્યાં શોધવું છે ઊતરી જાજે તું હૈયાની ગુફાની અંદરને અંદર, તને ત્યાં એ તો મળવાનું છે રાખવું છે જળને હાથમાંને હાથમાં, ધરીને તો જ્યાં તારે કરી દે અટકવાના દ્વાર બંધ બધા એના, હાથમાં ત્યારે એ રહેવાનું છે બહાર ને બહાર પડી ગઈ છે આદત મનને તો જ્યાં જાશે મળી પ્રેમ સાચો જ્યાં હૈયે, ના ત્યાંથી એ તો હટવાનું છે તારેને તારા લક્ષ્યને છે અંતર જીવનમાં તો જ્યાં લાંબું ને લાંબું માંડીશ ચાલવા એની તરફ, ત્યાં એ તો ઘટવાનું ને ઘટવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|