1992-03-11
1992-03-11
1992-03-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15727
કોઈની વાતોમાં ના આવી જાય તું તો પ્રભુ, તારું ધાર્યું તો થાતું રહ્યું

બનાવે મજબૂર માનવી જ્યારે તને ભાવથી, પ્રભુ, બધું ત્યારે તારે દેવું પડ્યું
અભિમાન ને અહંનું કહ્યું જગમાં જેણે કર્યું, માનવી મટી, રાક્ષસ બનવું પડ્યું
તારું કહ્યું કે બનાવ્યું, જગમાં જેણે કર્યું, પ્રભુ, તારે એની પાસે નમવું પડ્યું
છોડી મનડું તારામાંથી, આશા ને ઇચ્છા જેણે જોડ્યું, દુઃખી જગમાં એણે બનવું પડ્યું
ભૂલી કર્મો પોતાના, દુઃખથી જે-જે અકળાયા, ભૂલી તને, જગમાં રડવું પડ્યું
દુઃખી ને દુઃખી થાતાં જગમાં બાળ તારા, સાથે ને સાથે તારે દુઃખી થાવું પડ્યું
નચાવી નાચ સહુને આશા ને ઇચ્છાઓમાં, તારી ઇચ્છા મુજબ તો થાતું રહ્યું
તન્મયતા ને લીનતા જાગી જ્યાં તુજમાં, જગમાં સુખ તારે એને દેવું પડ્યું
ભાગ્યની ચાવી રાખી તારા હાથમાં, જગમાં સહુએ તને તો નમવું પડ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōīnī vātōmāṁ nā āvī jāya tuṁ tō prabhu, tāruṁ dhāryuṁ tō thātuṁ rahyuṁ
banāvē majabūra mānavī jyārē tanē bhāvathī, prabhu, badhuṁ tyārē tārē dēvuṁ paḍyuṁ
abhimāna nē ahaṁnuṁ kahyuṁ jagamāṁ jēṇē karyuṁ, mānavī maṭī, rākṣasa banavuṁ paḍyuṁ
tāruṁ kahyuṁ kē banāvyuṁ, jagamāṁ jēṇē karyuṁ, prabhu, tārē ēnī pāsē namavuṁ paḍyuṁ
chōḍī manaḍuṁ tārāmāṁthī, āśā nē icchā jēṇē jōḍyuṁ, duḥkhī jagamāṁ ēṇē banavuṁ paḍyuṁ
bhūlī karmō pōtānā, duḥkhathī jē-jē akalāyā, bhūlī tanē, jagamāṁ raḍavuṁ paḍyuṁ
duḥkhī nē duḥkhī thātāṁ jagamāṁ bāla tārā, sāthē nē sāthē tārē duḥkhī thāvuṁ paḍyuṁ
nacāvī nāca sahunē āśā nē icchāōmāṁ, tārī icchā mujaba tō thātuṁ rahyuṁ
tanmayatā nē līnatā jāgī jyāṁ tujamāṁ, jagamāṁ sukha tārē ēnē dēvuṁ paḍyuṁ
bhāgyanī cāvī rākhī tārā hāthamāṁ, jagamāṁ sahuē tanē tō namavuṁ paḍyuṁ
|