બન્યા બેશરમ જીવનમાં તો જ્યાં, બેશરમને શરમ કોની નડે છે
લોભ-લાલચ તો જીવનમાં, સદા ને સદા એને પ્રેરતું રહે છે
ક્રોધ ને ઈર્ષ્યાના ધુમ્મસ ઘેરાયા જ્યાં, પ્રવેશ એમાં એ તો કરે છે
દેશે ચડાવી પ્રભુને અને બીજાને અભરાઈ ઉપર, ભૂત એનું જ્યાં વળગે છે
શરમના શેરડાને પડી જાય ત્યાં છેટું, બેશરમ ઉત્પાત ઊભો કરે છે
સમજણના દ્વાર ખૂલશે ના જલદી, બેશરમ તાંડવ નૃત્ય જ્યાં કરે છે
વિનાશના પંથે એ તો ચડી, વિનાશ જીવનમાં એ તો નોતરે છે
વિવેક ને વિવેકની ભાષા, એના જીવનમાં, ગોતી તો ના જડે છે
થકવે ને થાકે ભલે જીવનમાં, ટંગડી જીવનમાં ઊંચી એ તો રાખે છે
છે રોગ એવો એ તો ચેપી, અસર એની અન્યને જલદી કરે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)