રહી ગઈ છે શું, દુઃખદર્દની કસર તારા જીવનમાં
છોડતો નથી તું જીવનમાં, દુઃખ દેનારનો તો સાથ
રહ્યો પીડાતો ને પીડાતો જીવનમાં તું દુઃખદર્દથી
ભૂલી નથી શક્તો, ત્યજી નથી શક્તો, પકડવો એનો હાથ
દેખાય ના જે દૃષ્ટિમાં જે સાચું, રાખી રહ્યો છે એના પર તું વિશ્વાસ
સહન થાતું નથી દુઃખદર્દ તો જ્યાં, નિકળી જાય છે ઊંડા નિઃશ્વાસ
હાથ જોડી શાને તું બેસી રહ્યો, શું સ્વીકારી લીધી તે હાર
જોડી હાથ બેસી રહેશે જો તું જીવનમાં, પડશે કરવા સહન એના પ્રહાર
ગઈ છે બની મતિ ભ્રષ્ટ કેવી, કરતો નથી જીવનમાં ફેરફાર
પીડાતો ને પીડાતો રહ્યો તું એમાં, વહી રહ્યો છે તું એનો તો ભાર
બનાવી દયાજનક પરિસ્થિતિ તારી તેં તો, તારે ને તારે હાથ
હવે મેળવી લે જીવનમાં તું ધીરજ, હિંમત અને શ્રદ્ધાનો સાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)