Hymn No. 3759 | Date: 21-Mar-1992
|
|
Text Size |
 |
 |
ચાલશે જગમાં મને તો બધા વિના, મને મારા વિના જગમાં ચાલવાનું નથી રહી શકીશ ક્ષણભર ભી તો જગમાં શ્વાસ વિના, મને મારા વિના જગમાં ચાલવાનું નથી વીસરાશે યાદ ક્ષણભર તો જીવનમાં સમયની, મને મારા વિના ક્ષણભર ચાલવાનું નથી પાણી ને ખોરાક વિના, ક્ષણભર ચાલશે જીવનમાં, મને મારા વિના જગમાં ચાલવાનું નથી ક્ષણભર તો ચાલી જાશે, દૃષ્ટિ વિના તો જીવનમાં, મને મારા વિના જગમાં ચાલવાનું નથી ચાલી જાશે, પ્રેમ કે વેર વિના જીવનમાં, મને મારા વિના જગમાં ચાલવાનું નથી ચાલી જાશે એકવાર તો જગમાં, સગા વહાલા વિના, મને મારા વિના જગમાં ચાલવાનું નથી ચાલી જાશે એકવાર તો પ્રકાશ કે અંધકાર વિના, મને મારા વિના જગમાં ચાલવાનું નથી જગ રહેશે કે ના રહેશે, હું મર્યા વિના હું મરવાનો નથી, મને મારા વિના જગમાં ચાલવાનું નથી જ્યાં હું મર્યો, પ્રભુ ત્યાં તું રહ્યો, પ્રભુ મને તારા વિના જગમાં ચાલવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|