1992-03-22
1992-03-22
1992-03-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15748
યાદ રાખજો, કરવી ભલાઈ જીવનમાં, કરી ભલાઈ એ તો ભૂલી જાજો

સાંભળી જીવનમાં, સંતો ને શૂરવીરોની કહાની, તમારી એમાં એવી લખાવી જાજો
સફળતાને નિષ્ફળતાથી રહે જીવન ભરપૂર, નિરાશામાં ના સરકી જાજો
બન્યું છે શક્ય જીવનમાં જે જે માનવથી, બાકાત ના તમને એમાં ગણી લેજો
છે રસ્તા પ્રભુને પામવાના તો અનેક, રસ્તો તમારો, તમે નક્કી કરી લેજો
કરી ના શકો રસ્તા નક્કી, ગુરુજનો કે સંતજનોને તમે તો પૂછી લેજો
થોડી થોડી વ્યથા મનની તો છે સહુ પાસે, મુક્ત ધીરે ધીરે એમાંથી થાતા રહેજો
સદ્નિયમો ને સદ્વિચારો છે પાળવાના, ના બાકાત એમાંથી કદી રહેજો
પ્રેમ તો છે જીવંત અસ્તિત્વ પ્રભુનું, જીવન પ્રેમથી ભર્યું ભર્યું રહેવા દેજો
બનવું છે જ્યાં કૃપાપાત્ર તો પ્રભુનું, કૃપાપાત્ર અન્યને તમારા બનાવી દેજો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
yāda rākhajō, karavī bhalāī jīvanamāṁ, karī bhalāī ē tō bhūlī jājō
sāṁbhalī jīvanamāṁ, saṁtō nē śūravīrōnī kahānī, tamārī ēmāṁ ēvī lakhāvī jājō
saphalatānē niṣphalatāthī rahē jīvana bharapūra, nirāśāmāṁ nā sarakī jājō
banyuṁ chē śakya jīvanamāṁ jē jē mānavathī, bākāta nā tamanē ēmāṁ gaṇī lējō
chē rastā prabhunē pāmavānā tō anēka, rastō tamārō, tamē nakkī karī lējō
karī nā śakō rastā nakkī, gurujanō kē saṁtajanōnē tamē tō pūchī lējō
thōḍī thōḍī vyathā mananī tō chē sahu pāsē, mukta dhīrē dhīrē ēmāṁthī thātā rahējō
sadniyamō nē sadvicārō chē pālavānā, nā bākāta ēmāṁthī kadī rahējō
prēma tō chē jīvaṁta astitva prabhunuṁ, jīvana prēmathī bharyuṁ bharyuṁ rahēvā dējō
banavuṁ chē jyāṁ kr̥pāpātra tō prabhunuṁ, kr̥pāpātra anyanē tamārā banāvī dējō
|