ઘમ ઘમ ઘમ ઘંટના ઘંટારવ ગાજે
ઝમ ઝમ ઝમ ઝાંઝરના ઝમકારા વાગે
મોહ-નિદ્રા છોડી, તું હજી કેમ નવ જાગે
આળસ ત્યજી ઊભો થતાં, વાર તને કેમ લાગે
દેહ અનુપમ પામ્યો છે તું, સત્કર્મો કરવા કાજે
મીઠી નીંદર સ્વપ્ન સજીને, એમાં કેમ તું રાજે
ખોટી દોડાદોડી કરીને, એમાં કંઈ તું નવ પામે
ભૂલો ભૂલીને ભૂલો સુધારવા, તૈયાર થઈ જા આજે
આળસ, નીંદર, ક્રોધ, અહંકાર જો તું નહીં ત્યાગે
`મા' ને મળવાના રસ્તા તારા, ખુલ્લા નવ થાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)