છે પ્રભુ તો પાસેને પાસે, લાગે નજરથી દૂર, છે તોયે સદા એ હાજરાહજૂર
છે વ્યાપ્ત એ તો વિશ્વમાં એવા, પથરાતું રહ્યું છે જગમાં એનું તો નૂર
છે જગની સર્વ શક્તિનો સ્રોત, એ તો છે સદા શક્તિથી એ ભરપૂર
છે શક્તિશાળી સદા એ તો, બને ના ભાવ ભક્તિ વિના એ મજબૂર
નજરે નજરે ચડતી રહે, નજરે નજરે દેખાતી રહે, શક્તિના એના પૂર
કરજે જીવનમાં એને તો તું તારા, ભક્તિભાવથી એને તો મજબૂર
લાગ્યું તને રહ્યાં છે તારાથી એ દૂર, રહેવા ના દેજે એને તો તું દૂર
જાણે સહુ, પ્રભુ વિના નથી જગ ખાલી, લાગે પ્રભુ જીવનમાં તો દૂર ને દૂર
પામવા એને કર કોશિશો, રહી જાય અધૂરી, રહી જાય પ્રભુ તો દૂર ને દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)