હરેક ચીજનું જીવનમાં તો મૂલ્ય છે, કોઈ એમાં તો અમૂલ્ય હોય
આંકશે કિંમત કોઈ વધુ તો કોઈ ઓછી, જેવી દૃષ્ટિ જેની હોય
કોઈ ચાહે જગમાં ફરવું, કોઈ ચાહે ના ઘર છોડવું, પ્રકૃતિ જેવી જેની હોય
સંજોગે-સંજોગે રહે મૂલ્યો બદલાતા, જરૂરિયાત જ્યારે જેવી જેની હોય
છે જરૂરિયાત સહુની જુદી-જુદી, કિંમત સહુની જુદી-જુદી હોય
કોઈને લાગે એક ચીજ અણમોલ, બીજાને એ માટી સમાન હોય
ગૂંથાયા ભાવો એમાં, જેવા જેના, આંકશે કિંમત, સાચી નહીં એ હોય
મુક્ત બની ભાવોથી, આંકવી કિંમત, જગમાં દુર્લભ એ તો હોય
જુદા-જુદા દૃષ્ટિબિંદુથી, અંકાશે કિંમત જુદી-જુદી, એક કદી નહિ હોય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)